સાવરકુંડલા તાલુકાના દિતલા ગામે અમરેલી બાગાયત કચેરી દ્વારા બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો ગામની બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ તાલીમમાં ધારાસભ્ય જે.વી. કાકડીયાના ધર્મપત્ની કોકીલાબેન કાકડીયા, બાગાયત અધિકારી પ્રકાશભાઇ ગોહીલ, બાબુભાઇ વાળા, ગામના સરપંચ પાયલબેન કંડોળીયા, સેજલબેન ભટ્ટ, સુધીરભાઇ મહેતા સહિત ગામની ૩પ જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી અને વિવિધ પ્રકારના આચાર, ફળના સોસ, જામ વગેરે બનાવવાની તાલીમ મેળવી હતી.