સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીનો એનએસએસ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના સંયોજક હરેશભાઈ પંડ્‌યા, ગોવાભાઇ ગાગીયા અને આચાર્ય નાનજીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું તિલક કરી સ્વાગત કરાયું હતું. સરપંચ પ્રદીપભાઈ ભાલાળા, પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ શેલાર, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રતીકભાઇ પટેલ, પીડીલાઈટના સંયોજક અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.