સાવરકુંડલાના થોરડી ગામે એક પરિણીતાને ઝેરી દવા પાઈને મારી નાખવાની ધમકી આપીને ગાળો બોલવામાં આવી હતી.બનાવ અંગે કંચનબેન અતુલભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ તેમના જ ગામના શૈલેષભાઈ નનુભાઈ બરવાળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના દિયર હરેશભાઇએ અગાઉ આરોપી વિરૂધ્ધમાં એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. જે ગુનામાં સમાધાન કરી નાખવા માટે આરોપીએ તેમની સાડી ખેંચી, છેડતી કરી, ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઝેરી દવા પાઇને મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.