સાવરકુંડલાના ઠવી ગામના યુવાનોએ શહીદ વીર સૈનિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. ૧૮ નવેમ્બર ૧૯૬રના દિવસે રેઝાંગલા ખાતે ભારતીય સૈન્યના ૧૧૪ વીર જવાનો શહીદ થયા હતા. આ શહિદોની યાદમાં ઠવી ગામના યુવાનોએ કેન્ડલ માર્ચ દ્વારા શહીદ વીર સૈનિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી તેમ ભાવેશભાઈ ભુવાની યાદીમાં જણાવાયું છે.