સાવરકુંડલા શહેરના જૂના બસ સ્ટેન્ડ ખાતે પર્યાપ્ત માત્રામાં યુરિનલ અને શૌચાલય ઉપલબ્ધ કરાવવા મુસાફરોમાંથી માંગ ઉઠવા પામી છે. અહીં ફક્ત પુરૂષો અને મહિલાઓ માટે એક-એક યુરિનલ હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સા.કુંડલા શહેરમાં હટાણુ કરવા કે અન્ય કામો માટે આવતા લોકોની અવરજવર વધુ હોય જેથી એસટી બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક સતત ધમધમતો રહે છે. ત્યારે પર્યાપ્ત માત્રામાં શૌચાલય અને યુરિનલ ન હોવાના કારણે લાંબી કતારો લાગે છે. ત્યારે આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.