સાવરકુંડલા તાલુકાના જિંજુડાના અમિતભાઇ સતાસિયાએ ઇન્ડો-નેપાળ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ૮૦૦ મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ મેળવીને તેમણે ધારાસભ્ય મહેશભાઇ કસવાલાના સત્વ અટલધારા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇને પોતાના સંઘર્ષથી સફળતા સુધીની કહાની ધારાસભ્યને જણાવી હતી. આ સિદ્ધિ મેળવવા માટે યુવાનને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.