સાવરકુંડલા પંથકના ગામોમાં છાશવારે સિંહો ઘૂસી આવતા હોવાની ઘટનાઓ સામાન્ય બનવા પામી છે. સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવતા હોવાથી પશુપાલકોમાં ભય ફેલાયો છે. જેમાં ગત રાત્રીના જાબાળ ગામે પાંચ સિંહે ગામમાં પ્રવેશ કરતા ગામના પશુઓએ સીમ તરફ દોટ મૂકી હતી. ગામના ભુપેન્દ્રભાઈ ખુમાણે તપાસ કરતા સિંહણ તેના ચાર સિંહ બાળ સાથે શેરીઓમાં લટાર મારતી સીસીટીવીમાં કેદ થઈ હતી. સિંહોના આગમનથી પશુપાલકોમાં ભય ફેલાયો છે.