સાવરકુંડલામાં આવેલ ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફ્રી શિક્ષણ પૂરુ પાડવાના અભિયાનને એક વર્ષ પૂર્ણ થતાં તેમના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવોના સન્માન કાર્યક્રમની ઉજવણી થઈ હતી. આ ટ્રસ્ટ સાવરકુંડલાના છેવાડાના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને ફ્રી શિક્ષણ પૂરુ પાડી તેમની દરેક જરૂરિયાત પૂરી કરી રહ્યું છે. આ સેવાકીય કાર્યમાં જે સેવાભાવી દાતાઓ અને લોકોએ સહયોગ આપ્યો છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન ગોહીલે પોતાના વક્તવ્યમાં દરેક બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને જોબ પ્લેસમેન્ટ સુધી પૂરી સહાય આપવાની જાહેરાત કરી હતી.