સાવરકુંડલાના જય રામનાથ વર્મી કમ્પોસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક અનોખી પહેલ “હર ઘર પ્રકૃતિ, હર ઘર સંસ્કૃતિ – ઘર ઘર તુલસી” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, તુલસીના છોડના ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતભરમાં વિનામૂલ્યે સંપૂર્ણ ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ઘરમાં તુલસીના છોડને પ્રોત્સાહન આપીને હરિયાળાં વાતાવરણનું નિર્માણ કરવાનો અને તેના દ્વારા સ્વાસ્થ્ય તથા પર્યાવરણ સુધારવાનો છે. આ ખાતર છોડમાં નાખવાથી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શુદ્ધ વર્મી કમ્પોસ્ટ, જે તુલસીના છોડના સર્વાંગી વિકાસ માટે અત્યંત ફાયદાકારક છે તે મળે છે. સાથે જ વિવિધ તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે.તેમજ આ ઓર્ગેનિક ખાતર તુલસીના છોડને કુદરતી રીતે જીવાત અને રોગો સામે રક્ષણ પૂરું પાડે છે, જેથી રસાયણિક દવાઓનો ઉપયોગ ટાળી શકાય છે. આ સેવાનો લાભ લેવા માટે લોકોએ ફક્ત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાતર એકદમ નિઃશુલ્ક આપવામાં આવશે.