સાવરકુંડલાના હાથસણી રોડ, વોર્ડ નંબર ૫ માં GUDC યોજના હેઠળ છેવાડાના વિસ્તારોમાં નવી ગટર લાઇન નાખવાનું કામ શરૂ થઈ ગયું છે. આ કાર્ય સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના નિરીક્ષણ હેઠળ ચાલી રહ્યું છે. આ કામગીરીની શરૂઆત પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ગટરની કામગીરી તપાસણી કરી હતી.