સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે દિલુભાઈ ખુમાણની વાડીમાં આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ઇન્ડિયન પાઇથન (અજગર) એ જંગલી પ્રાણી શિયાળનો શિકાર કર્યો. આ દ્રશ્ય જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે અને વિભાગે તપાસ શરૂ કરી છે.