સાવરકુંડલા તાલુકાના ઘોબા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરમાં મેડિકલ ઓફિસર મયૂરભાઈ પારઘીના માર્ગદર્શન હેઠળ હાયપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં “હું મારી કાળજી જાતે રાખીશ” ના નારા સાથે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે બીપી અને ડાયાબિટીસની તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત લોકોને હાયપરટેન્શન અંગે જાગૃત કરવા માટે એક ઝુંબેશ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા અને નિવારક પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.