સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે પશુ બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂની અદાવત અને ભેંસ બીજાના વાડામાં ઘૂસી જવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ ભેગા મળી એક પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે સુભાષભાઇ બાઘાભાઇ પરમાર (ઉ.વ.૪૨) એ જગુભાઇ બચુભાઇ પરમાર, લાલાભાઇ બચુભાઇ પરમાર, મેહુલભાઇ દડુભાઇ પરમાર તથા રાહુલભાઇ દડુભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની ઢેબુ નામથી ઓળખાતી ભેંસ પોતાના ઘરેથી દોરડું તોડાવીને બાજુમાં રહેતા આરોપીઓના વાડામાં જતી રહી હતી. આ બાબત આરોપીઓને ગમ્યું નહોતું. જેથી તેમણે તેઓ અને તેમના પત્ની સાથે બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ પીએ ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.