જાપાનના મત્સુયામા અને ઇમ્બારી શહેરમાં ૨૩થી ૨૯ નવેમ્બર દરમિયાન અન્ડર-૧૨ એશિયન બેઝબોલ ચેમ્પિયનશિપ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં નેજા હેઠળ બેઝબોલ સ્પર્ધાનું આયોજન થયું છે. આ આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી પરમ ધર્મેશભાઈ ચુડાસમાની ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ છે. તેઓ આ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ છે. તેઓ ઇન્દોર ખાતે ટ્રેનીંગ લેવા ગયેલા ત્યાંથી તે ૧૯ નવેમ્બરના રોજ જાપાન ગયેલ છે. તેઓ સ્પર્ધામાં સામેલ થયેલ છે, જે માત્ર ગુરૂકુળનું જ નહી પરંતુ સાવરકુંડલાનું ગૌરવ વધારેલ છે. ગુરૂકુળ સંસ્થાના વડા પૂજ્ય ભગવત પ્રસાદદાસજી સ્વામી તથા ગુરુકુળનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી, શાળાના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ શાળાનાં પ્રિન્સિપાલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત બેઝબોલના પ્રમુખ મહેશભાઈ કસવાળા, બેઝબોલ ફેડરેશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનિકેતભાઈ, ફેડરેશનના હોદ્દેદારો અને શાળાના વ્યાયામ શિક્ષકો વાળા દીપકભાઈ તેમજ ઝાલા દિગ્વિજયસિંહે અભિનંદન પાઠવ્યા હતા.