સાવરકુંડલામાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલ આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી સ્વામીના વડપણ હેઠળ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ તેમજ ગુરુકુળ પરિવાર સાથે સમૂહ પ્રાર્થના, શ્રદ્ધાંજલિ ભજન, મૌન, શાંતિપાઠ અને મીણબત્તી સાથે શ્રધ્ધાસુમન સાથે કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુરુકુળ સંસ્થાના કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી સાથે સંસ્થાના તમામ શિક્ષકો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.