અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત છે. સાવરકુંડલાના વિજયાનગરમાં રહેતા કાળુભાઈ હિરાભાઈ વીરાણી (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા નાના જીંજુડા ગામે રહેતા વલ્લભભાઈ મીઠાભાઈ પીપળીયા અને મનોજભાઈ દેવશીભાઈ ઉનાવા ત્રણેય વલ્લભભાઈની ફોર વ્હીલ લઇને વિજપડીથી નાના ઝીંઝુડા ગામે નીકળ્યા હતા. વલ્લભભાઈ કાર ચલાવતા હતા અને ગાધકડા ગામ પાસે આવેલા ખારસા હનુમાનજી મંદિર પાસે ગાડી પલ્ટી મારી ગઈ હતી. જેમાં વલ્લભભાઈનું મોત થયું હતું અને તેમને તથા મનોજભાઈને ઈજા
પહોંચી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.પી પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.