સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે સમસ્ત કોળી યુવા સંગઠને એક મહત્વની મિટિંગ યોજી હતી. આ મિટિંગનો મુખ્ય હેતુ કોળી સમાજને રાજકીય, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનો છે. યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મિટિંગમાં, સંગઠનને મજબૂત બનાવવા માટે ગામડે-ગામડે ગ્રામ્ય સમિતિઓ રચવાની યોજના ઘડાઈ હતી. ઠરાવ સિસ્ટમ દ્વારા નિર્ણયો લેવાની અને ચોક્કસ સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવાની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ હતી. યુવાનોને તેમના અધિકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા અને સમાજના વિકાસ માટે એકજૂટ થઈને કામ કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.






































