અમરેલી, તા.૩૧
અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.અલ્પેશ પટેલની ટીમ સાવરકુંડલા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી. તે દરમિયાન માહિતી મળતા સાવરકુંડલાના ગાધકડા ગામે રહેતા વિપુલ રણછોડભાઈ સરવૈયાને ઘેર તપાસ કરતા તેના રહેણાંક મકાનમાંથી ચોરીના મોટર સાઈકલ રાખ્યા હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસે રેડ કરી કુલ ૨,૧૮,૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ ચોરીની કબૂલાત આપી હતી. ગુજરાત ભાજપ કમલમ દ્વારા દરેક વિસ્તારમાં લોકસભા ચૂંટણી પહેલા વિસ્તારકોને બાઈક આપવામાં આવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાર્ક કરેલું એક બાઈક ચોરાઈ જતા પોલીસ સ્ટેશનમાં વિસ્તારક યુવાન દ્વારા ફરીયાદ આપતા અઢી માસ પછી આજે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કમલમમાંથી અપાયેલુ બાઈક કે જે ચોરી થયુ હતું તેને શોધવામાં સફળતા મળી છે.