સાવરકુંડલાના ગાધકડા ગામે આશાપુરા મંદિર ટ્રસ્ટ અને ધામી પરિવાર તરફથી દ્વારા પાંચ શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું. શ્રી ગાધકડા પ્રાથમિક શાળા, પ્લોટ પ્રાથમિક શાળા, કલ્યાણપુરા પ્રાથમિક શાળા, શ્રી ગાધકડા માધ્યમિક શાળા, ગણેશગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કુલ ૭૯૦ જેટલા વિદ્યાર્થીઓને વિષયો પ્રમાણે કુલ ૫૦૦૦ જેટલા નોટબુક-ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, મુકુંદદાદા જાની, બીપીનભાઈ ધામી, પ્રકાશભાઈ ધામી સુરતથી આવેલા કનુભાઈ દિયોરા, વરૂણભાઈ દેવાણી અને મગનભાઈ ઠુંમર, દિનેશભાઈ રાદડિયા, કિશોરભાઈ સાવલિયા, દામજીભાઈ ઠુંમર, મનુભાઈ ઠુંમર ગામના આગેવાનો શાળાના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.