સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા અને ગામલોકો દ્વારા મળી અયોધ્યા રામમહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૦૧ મણનો પ્રસાદબનાવવામાં આવ્યો છે અને આ પ્રસાદનું ઘેર ઘેર સવા કિલો વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રરમી તારીખના રોજ સવારે ૯ કલાકે ગામમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. આ રામમહોત્સવ અંતર્ગત સમગ્ર ગામને શણગારવામાં આવ્યુ છે. તેમજ ભજન કીર્તનમાં તમામ જ્ઞાતિ સમુદાયના લોકો જાડાઈને કોમી એકતાની મિસાલ પુરી પાડશે.