The Governor of Himachal Pradesh, Shri Acharya Devrat calls on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on December 11, 2015.

અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યપાલ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે સાવરકુંડલા તાલુકાના ગણેશગઢ ગામે ક્યાડા ફાર્મ પર આગામી તા.૧પને સોમવારના રોજ સવારે ૮ઃ૩૦ કલાકે સુભાષ પાલેકર પ્રાકૃતિક શિબિર અને ખેડૂત સન્માન સમારોહ યોજાશે. આ સમારોહમાં ર૦ ખેડૂતો અને પાંચ વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, પ્રફુલભાઇ સેંજલીયા, ડો. સી.કે.ટીંબડીયા, વસંતભાઇ મોવલીયા, અલ્પાબેન ક્યાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ખેડૂતોનું સન્માન કરવામાં આવનાર હોય ત્યારે આ કાર્યક્રમમાં ખેડૂત ભાઇઓને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.