સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ગાંધી પરંપરા અને ગાંધી વિચાર દ્વારા અનેક લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના ત્રણ સ્થાપક સ્વ. કેશુભાઇ ભાવસાર, સ્વ. અમુલખભાઈ ખીમાણી, સ્વ. લલ્લુભાઈ શેઠ અને સ્વ. મનુભાઈ મહેતાને તેમના જીવન આદર્શોને ચરિતાર્થ કરી નષ્ટ થતી ગાંધી યુગની વિચારધારાને પરિપોષણ આપી સમાજના છેવાડાના માનવી સુધી આ વિચારોને પહોંચાડવાના ઉદ્દેશ સાથે ખાદી કાર્યાલયમાં ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.







































