ખાંભા તાલુકાના ગોરાણા ગામે રહેતા જગદિશભાઈ પ્રેમજીભાઈ સોલા (ઉ.વ.૩૯)એ સાવરકુંડલાના ક્રિષ્નગઢ ગામે રહેતા પ્રકાશભાઈ રામજીભાઈ મહિડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના કાકાની દીકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા સા.કુંડલા તાલુકાના ક્રિષ્નગઢ ગામે રહેતા અરવિંદભાઇ રામજીભાઇ મહીડા સાથે થયા હતા. લગ્ન બાદ કાકાની દીકરીએ પતિ અરવિંદભાઇ રામજીભાઇ મહિડા વિરૂધ્ધ શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસની ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેમજ ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ બાબતે તેઓ તથા તેમના કાકાની દીકરી ખાંભા કોર્ટમાં મુદતે ગયા હતા. જે બાબતની જાણ તેમના દિયર પ્રકાશભાઇને થતા ફોન કરી ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.