સમગ્ર અમરેલી જિલ્લામાં આજે તારીખ ૧૦ ને ગુરૂવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થનાર છે ત્યારે સાવરકુંડલા ખાતે આવેલા કબીર સંપ્રદાયની ધાર્મિક સંસ્થા કબીર ટેકરી ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કબીર ટેકરી ખાતે સવારે ૭ઃ૦૦ કલાકે ગુરુ મહિમા અને ભાવવંદના તેમજ આઠ કલાકે પૂજન કીર્તન અને ત્યારબાદ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર સેવક પરિવાર માટે સાંજના છ વાગ્યાથી સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા માટે કબીર ટેકરીના મહંત નારણદાસ સાહેબે સેવક સમુદાયને આમંત્રણ પઠવ્યું છે.





































