અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ. વી.એમ. કોલાદરા તથા ઈ.ચા. પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલાએ ગેરકાયદે પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમ સલમાન જમાલભાઈ કુરેશી (ઉ.વ.૨૯, રહે. સાવરકુંડલા, પઠાણ ફળી) વિરુધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. આવી પ્રોહિબીશનની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે આ ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, તેને પાસા વોરંટની બજવણી કરીને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે. આ ઇસમ વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ચાર ગુના નોંધાયા હતા. આ કામગીરી અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. કનાભાઈ સાંખટ, યુવરાજસિંહ રાઠોડ, હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, મહેશભાઈ મુંધવા, તુષારભાઈ પાંચાણી, વુ.પો.કોન્સ. રીનાબેન ધોળકીયા અને ધ્રુવિનાબેન સુરાણી દ્વારા કરવામાં આવેલ છે.