સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામથી દોલતી તરફ જવાના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી એક કારે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતા વનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.આ અંગે ભોકરવા ગામે રહેતા બાબાભાઇ જીણાભાઇ
મોરી (ઉ.વ.૩૭)એ અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમના પિતા જીણાભાઇ જેઠાભાઇ મોરી અને તેમના મામા કનુભાઇ મધુભાઇ ખોલા, બંને ચકરાવા ગામે ખરખરો કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આંબરડી-દોલતી ચોકડી પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે જીણાભાઇને ગંભીર આંતરિક ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કનુભાઇને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. ડી. રાઠોડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































