સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે એક યુવા સિંહણ શિકાર માટે ગામ તરફ આવી રહી હતી, ત્યારે એક ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સિંહણ કેદ થઈ ગઈ હતી.દૃશ્યમાં જોઈ શકાય છે કે, સિંહણ ગામમાં આવી જતા એક આખલો અને સિંહણ સામસામે આવી ગયા હતા. સિંહણ શિકાર કરવા માટે તૈયારી કરે તે પહેલા જ આખલાએ સિંહણથી બચવા માટે દોટ મુકી હતી. અચાનક જાગી ગયેલા ઘર માલિક ઘરની બહાર નીકળતા સિંહણ ત્યાંથી પળભરમાં પલાયન પણ થઈ હતી. અગાઉ પણ ગામમાં સિંહો અવાર નવાર ગામમાં ઘૂસી શિકાર કર્યાર્ની ઘટના સામે આવતી રહે છે. સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.