સાવરકુંડલાના આંબરડી ગામે રહેતા ગોવિંદભાઈ દાનભાઈ વાઘેલા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, દિપકભાઈ નરશીભાઈ વાઘેલા (ઉ.વ.૨૫)ને પાણીની તરસ લાગી હતી. જેથી બાજુમાં પડેલી દવાની બોટલમાંથી ભૂલથી એક ઘૂંટડો પાણી સમજી પી લેતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એમ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.






































