સાવરકુંડલાની આંબરડી માધ્યમિક શાળામાં હિન્દીના શિક્ષક જે. પી પાનસુરીયા અને સંસ્કૃતના શિક્ષક આર એલ. ચારિયાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે શ્રી આંબરડી કેળવણી મંડળના પ્રમુખ અને માધ્યમિક શાળા આંબરડીના મેનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ માલાણીએ ઉપસ્થિત રહીને સમગ્ર સ્ટાફ સાથે આ બંને શિક્ષકોને શાલ ઓઢાડી, હાર પહેરાવી માનભેર વિદાય આપી હતી. બંને શિક્ષકોએ શાળામાં કરેલા કાર્યો અને અનુભવોની અભિવ્યક્તિ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય એમ.ડી.માલવિયાએ સહુનો આભાર માન્યો હતો.