સાવરકુંડલા શહેરને આકર્ષક અને આધુનિક રૂપ આપવાની નેમ સાથે લાખોના ખર્ચે બનેલા અમૃત સરોવર પ્રોજેક્ટમાં ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. સરોવરની દિવાલોમાં લગાવેલા પથ્થરોના સાંધા ધીમે ધીમે તૂટી રહ્યાં છે, જેના પગલે નબળી ગુણવત્તાની સિમેન્ટ અને રેતીના ઉપયોગ અંગે ચર્ચા તેજ થઈ છે. બુદ્ધિજીવીઓનો સવાલ છે કે ક્વોલિટી કંટ્રોલ તંત્ર ક્યાં હતું? લોકધનથી બનેલા પ્રોજેક્ટમાં જો બેદરકારી અથવા સાંઠગાંઠ બહાર આવશે, તો જવાબદારને કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે. નબળી કામગીરી રૂપે ઘોળાયેલું “ઝેર” આ પ્રોજેક્ટના સૌંદર્યને દાગ લગાવી રહ્યું છે.










































