સાવરકુંડલાના અમૃતવેલ ગામે કૂવામાં પાણી જોવા જતાં પગ લપસી જવાથી કૂવામાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું. યુવકના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
બનાવ અંગે રાજેશભાઈ ભીખાભાઈ વેકરીયા (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, હરિકૃષ્ણભાઈ રાજેશભાઈ વેકરીયા (ઉ.વ.૨૪) પંચાયતના પાણીના કૂવામાં પાણી જોવા ગયા હતા. આ વખતે પગ લપસી જવાથી કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારુ વધુ તપાસ કરી રહ્યા છે.






































