સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે તુલસીવિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરવાડ સમાજ દ્વારા શણગારેલા બળદગાડામાં જાનૈયા આવ્યા હતા. ગામના પટેલ સમાજ દ્વારા જાનૈયાઓનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. ભાઈઓ-બહેનો રાસ-ગરબા રમ્યા હતા તો યુવાનોએ પૌરાણિક પાઘડી પહેરી કાઠીયાવાડની સંસ્કૃતિને ઉજાગર કરી હતી.