સાવરકુંડલાનાં હાડીડા ગામ નજીક બોલેરો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલાના હાડીડા ગામ નજીક મારૂતિનંદન હોટલ પાસે એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલા-મહુવા રૂટની બસ મહુવા તરફ જતી હતી ત્યારે સામેથી આવતા બોલેરો સાથે અથડાઈ હતી. જેથી બોલેરોમાં મુસાફરી કરી રહેલા હેતલબેન વિપુલભાઈ ઉ.વ. ૩૦ સહિતનાં ૪ મુસાફરોને ઈજા થતાં મહુવા દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતની જાણ થતાં ખુંટવડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.