સાવરકુંડલા દરબારગઢમાં આવેલ જૂની પોલીસ ચોકીની દિવાલ પડી જતાં આર એન્ડ બી વિભાગે જેસીબીની મદદથી દીવાલ, સ્લેબ પાડી દીધો હતો. જેનો કાટમાળ ભરીને જગ્યા ખાલી કરવાની હોય પરંતુ આર એન્ડ બી વિભાગનાં અધિકારીઓ દીવાલ કરતાં ૪ થી પ ફૂટની જાહેર જગ્યા દબાવીને કાટમાળ ઉપાડવો ન પડે અને તેઓ પતરા ફીટ કરવા માંગતા હોય જેથી આ જગ્યા ઉપર રહેલ કાટમાળ ખસેડવો જરૂરી બન્યો છે. આર એન્ડ બી વિભાગ લોકોને સુવિધા આપવાને બદલે કામને રોળી નાખવાની જૂની પદ્ધતિ અપનાવી રહ્યો છે જેથી હાડમારી વધશે. ટ્રાફિક પ્રશ્ન, ગટર, જીઈબીનાં થાંભલા વગેરે આ પતરાની પાછળ અથવા કાટમાળની નીચે હોય જેથી અધિકારી પોતાની આળસ ખંખેરે અને કાટમાળ ખસેડે તેવી લોકોની માંગણી છે.