સાવરકુંડલા શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.વિધુતનગર વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાની ૪ વર્ષની માસૂમ દીકરી સાથે રહસ્યમય સંજોગોમાં ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે દીલીપનાથ કનુનાથ નાથજી (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની નેહાબેન દીલીપનાથ નાથજી (ઉંમર વર્ષ ૩૬) પોતાના ઘરેથી ભાઈના ઘરે ગારીયાધાર જવા નીકળ્યા હતા. તેમની સાથે તેમની ૪ વર્ષની દીકરી પણ હતી. જોકે, ગારીયાધાર પહોંચવાને બદલે માતા-પુત્રી રસ્તામાં જ ક્યાંક લાપતા થઈ ગયા હતા. માતા-દીકરી ગારીયાધાર ન પહોંચતા અને તેમની કોઈ ભાળ ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ફરિયાદના આધારે સાવરકુંડલા પોલીસે ગુમશુદાની નોંધ કરી માતા-પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. જો કોઈને આ મહિલા અથવા બાળકી અંગે જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.