ધર્મ જાગરણ સમન્વય દ્વારા આયોજિત ‘સતાધાર અલખ યાત્રા’ સાવરકુંડલાથી સતાધાર સુધી યોજાઈ હતી. યાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ અને વાહનોના કાફલા જોડાયા હતા. સાવરકુંડલાથી નીકળેલી યાત્રા ચલાલા, ધારી, અમરેલી અને બગસરા થઈ સતાધાર પહોંચી હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા યાત્રાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રધ્ધાળુઓના ઉત્સાહભેર જોડાણ વચ્ચે યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.









































