સાવરકુંડલાથી મહુવા જવાના મુખ્ય માર્ગ પર વીજપડી ગામ પાસે આવેલા પુલની આજુબાજુમાં મસમોટા વૃક્ષો ફૂટી નીકળ્યા હોવાથી પુલની મજબૂતાઈ સામે સવાલો ઊભા થયા છે. માર્ગ મકાન ખાતાની ગંભીર બેદરકારીને કારણે સાવરકુંડલા મહુવા માર્ગ પર આવેલા પુલની આજુબાજુમાં યોગ્ય રીતે વૃક્ષોનો નિકાલ કરવામાં ન આવતા પુલમાં તિરાડો પડવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત સેફટી દિવાલ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વૃક્ષો પુલની ગુણવત્તાને નુકસાન કરે તે પહેલા જ આ તમામ વૃક્ષોને પુલની આજુબાજુમાંથી દૂર કરવામાં આવે અને સેફટી દિવાલ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.





































