સાવરકુંડલામાં નાના ભમોદ્રા રોડ પર નાવલી નદીના કાંઠે રહેતા જીવનભાઈ કરશનભાઈ નાકરાણી (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેમની સાવરકુંડલાથી જુના ધજડી રોડે આવેલી વાડી ખેતરમાં લાઇટના સ્ટાર્ટરથી બોર સુધી આશરે ૬૦ ફૂટ જેટલો કેબલ વાયર નાખ્યો હતો. તેમજ સ્ટાર્ટરથી કૂવાની મોટર સુધી ૧૫૦ ફૂટ કેબલ વાયર નાખ્યો હતો તેની અજાણ્યો ઇસમ ચોરી કરીને લઈ ગયો હતો.
સાવરરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી.નાંદવા વધુ તપાસ કરી રહ્યા છે.