ભાજપના નેતા અને સીમરણ ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ ભરતભાઈ ચોડવડીયાએ ધારસભ્ય મહેશભાઈ કસવાલાને પત્ર લખીને સાવરકુંડલાથી અમરેલી અને અમરેલીથી સાવરકુંડલા જતી લોકલ એસ.ટી. બસને સીમરણ વાડીએ બસ સ્ટોપ આપવાની માંગ સાથેનો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, સીમરણ વાડીએ સ્ટોપ ન અપાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે નાછૂટકે પ્રાઈવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સીમરણ, જીરા, બોરાળા, કરજાળા અને નવા ચરખા એમ પાંચ ગામોના બસ સ્ટેન્ડ સીમરણ વાડીએ હોય પાંચ ગામોના મુસાફરોને લોકલ એસ.ટી. બસનું સ્ટોપ ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો સાવરકુંડલાથી અમરેલી અને અમરેલીથી સાવરકુંડલા જતી તમામ બસને અહીં સ્ટોપ આપવામાં આવે તેવી માંગ ધારાસભ્ય સમક્ષ કરી છે.