સાવરકુંડલાના આંબરડી ગામે રાધેશ્યામ બાપુની વાડીમાં શ્રી જોગેશ્વરી મહાદેવ મંદિરના પુનઃ જીર્ણોધ્ધાર અવસરે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોડી રાત સુધી હજારોની મેદનીને ડોલાવી હતી. ભજન શરૂ થતાં ચલણી નોટોનો વરસાદ વરસ્યો હોય તેમ સ્ટેજ ઉપર ચલણી નોટોના ઢગલા થયા હતા. આ પ્રસંગે સાવરકુંડલા માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુ, સા.કુંડલા છઁસ્ઝ્ર ચેરમેન દીપકભાઈ માલાણી, ભયલુભાઈ જાબાળ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સાધુ, સંતો ઉપસ્થિત રહ્યા હતા.