રાજુલાના ખોડિયાર નગર ખેતાગાળામાં રહેતા સુનિલભાઈ ધીરૂભાઈ ડાભીએ બનેવી સંજયભાઈ ચાવડા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના બહેનને તેના પતિ તથા સાસરિયા ઘરે પ્રસંગો દરમિયાન આવવા દેતા નથી જેનું મનદુઃખ રાખી તેમને તથા તેમના ભાઈને મુંઢ મારી ગાળો આપી હતી. જે બાદ સંજયભાઈ ગોબરભાઈ ચાવડાએ સાળા ધીરૂભાઈ રવજીભાઈ ડાભી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના લગ્નના ૨૦ દિવસ બાદ તેની પત્ની તથા સાસુ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી મુંઢ માર મારી ગાળો આપી હતી.