ખાંભા તાલુકાના સાળવા ગામે પિયર આવેલી દીકરી મુદ્દે બે પક્ષોમાં માથાકૂટ થઈ હતી. જેને લઈ યુવતીના પિતાને ગાળો આપી મુંઢ માર માર્યો હતો. આ બનાવ અંગે સાળવા ગામે રહેતા ધીરૂભાઈ બીજલભાઈ ચૌહાણ (ઉ.વ.૭૦)એ જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે રહેતા જમાઈ અશોક ઉર્ફે અશ્વિનભાઇ લાખાભાઇ ચાવડા તથા વેવાઈ લાખાભાઇ ભગવાનભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દીકરીને જમાઈ સાથે માથાકૂટ થતાં તે પિયર આવી હતી. જેને લઈ જમાઈ તથા વેવાઈ આવ્યા હતા અને તેમને સમજાવવા જતાં જમાઈને સારું નોહતું લાગ્યું. જે બાદ વેવાઈએ તેમના વાળ પકડી પછાડી દીધા હતા અને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી. ઉપરાંત જમાઈએ હાથમાં લાકડું લઇ કપાળ પર મારતાં ચાર ટાંકા આવ્યા હતા.