શું નવો સંકલ્પ લઉ હું આ નવા વર્ષમાં?
એટલુ ચાહુ વીતે એ અન્યના ઉત્કર્ષમાં,
પ્રેમ, શ્રધ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલુ ભરચક રહે કેશ પર્સમાં,
એકસરખી તો દશા કાયમ નથી હોવાની પણ,
એકસરખુ હો વલણ તકલીફમાં ન. હર્ષમાં
ભલે ખુટી જાતુ બધુ જે કાંઈ છે ભેગુ કર્યુ
એક બસ હિંમત ખૂટે નહિ આકરા સંઘર્ષમાં
કૈંક તારૂ કૈંક સારૂ પણ બધુ જ છે એનુ,
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં!

વિક્રમ સવંત ર૦૭૮ ના વર્ષમાં મનન ચિંતનના માધ્યમથી વાચક મિત્રોને પ્રથમ વખત મળવાનું થાય છે ત્યારે સૌને મારા સાલ મુબારક, સૌને મારા વ્હાલ મુબારક, હૈયાના ધબકારા જેવું મારુ સૌને વ્હાલ મુબારક, સુખ-શાંતિ અને
સમૃદ્ધિનો, મબલખ એવો ફાલ મુબારક, જીવનને સંગીત બનાવે એવો લયને તાલ મુબારક, લાભશુભનું તિલક કરવા, શુકનવંતુ ભાલ મુબારક, રહે તંદુરસ્ત આજીવન એવા રહે, તે હાલ મુબારક, સુખઃદુખમાં સૌ સાથે રહીએ, એવા સૌમાં ખ્યાલ મુબારક, જુના કરતા નવુ વરસ આ કરશે સૌને ન્યાલ મુબારક! મિત્રો નવા વર્ષની સાથે આજે મારી જિંદગીનું પણ ૪૬ મું નવુ વર્ષ પ્રારંભ થયુ છે. એટલે મારા જન્મદિવસે આપ સૌને આ લેખનના માધ્યમથી મારી સાથે જાડાયેલ સૌને મારા હદયના ભાવ અને લાગણીથી એટલું કહી શકુ કે‘‘ સાલ જરૂર બદલ રહા હૈ, સાથ નહિ, સ્નેહ સદા બના રહે! મારી સાથે લાગણીના સબંધોથી જાડાયેલા સૌ સગા-સ્નેહી, મિત્રો, પરિચિતો, વડીલો, સાથી કર્મચારી મિત્રો આ તમા શુંભચિંતકોને નઈ સુબહ ઈતની સુહાની હો જાએ, આપકે દુઃખોકી સારી બાતે પુરાની હો જાએ, દે જાયે ઈતની ખુશિયા, યે નયી સાલ આપકો, કી ખુશી ભી આપકે મુસ્કુરાહટકી દીવાની હો જાએ!’’ એવા ભાવ સાથે વિક્રમ સવંત ર૦૭૮ નું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સંપત્તિ, સફળતા, સમૃદ્ધિ, સ્વસ્થતા, સન્માન, સ્નેહ, સેવા અને સત્સંગથી હર્યુ ભર્યુ….આનદપૂર્ણ બની રહે એવી પ્રભુને પ્રાર્થના. સાથે સાથે આપ સૌને જીવનમાં ઉતરથી ઉન્નતિ, દક્ષિણથી દાયીત્વ, પૂર્વથી પ્રતિષ્ઠા, પશ્ચિમથી પ્રારબ્ધ, નૈઋત્યથી નૈતિકતા, વાયવ્યથી વૈભવ, ઈશાનથી ઐશ્વર્ય, આકાશથી આમદાની અને પાતાળથી પુંજી મળીને આમ દશે દિશાઓમાંથી સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય એવી પ્રભુ પ્રાર્થના કરીએ, સાથે સાથે જીંદગીનો આ અવસર મળ્યો છે તે તમામ સારા સ્વભાવ અને તેમના સારા વહેવાર-વર્તનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતા એટલું કહી શકું કે: ‘જે જે મળ્યા છે, મિત્રો મજાના મળ્યા છે.’ આપ સૌ માટે એમ કહી શકાય: ‘‘ના તમારા છે, ના અમારા છે, શબ્દોના ખેલ સહિયારા છે, શુ પ્રેમ, શું સ્નેહ, ને ચાહત, લાગણીના રંગો સૌને પ્યારા છે.’’ વિતેલું વર્ષ ભલે ગમે તેવું ગયું હોય, પરંતુ નવુ આ વર્ષ આપ સૌને ખૂબ ગમે એવુ જાય, તેવી શુભેચ્છા સાથે જય દ્વારકાધીશ.