ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોના ૭૬ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, બંને દેશોના નેતાઓ અને અધિકારીઓએ સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મુક્યો છે. આ પ્રસંગે, ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે જણાવ્યું હતું કે ભારત અને ચીન અવિભાજ્ય પડોશી છે, અને સારા પડોશી અને ભાગીદાર તરીકે આગળ વધવું બંને દેશોના હિતમાં છે. એ નોંધવું જાઈએ કે અગાઉ, મુંબઈમાં ચીનના કોન્સ્યુલ જનરલ, કિન જીએ, ભારત-ચીન સંબંધોના ભવિષ્ય વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રાજદૂત ઝુ ફેઇહોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે બંને દેશોએ “સારા પડોશીઓ, મિત્રો અને ભાગીદારો બનવું જાઈએ જે એકબીજાની સફળતામાં ફાળો આપે છે.” તેમણે આને “ડ્રેગન-એલિફન્ટ ટેંગો” વિઝનને સાકાર કરવાના માર્ગ તરીકે વર્ણવ્યું હતું. રાજદૂતે એમ પણ કહ્યું હતું કે ચીન ભારત સાથે વ્યૂહાત્મક સંકલન વધારવા, વિવિધ ક્ષેત્રોમાં વ્યવહારુ સહયોગને વધુ ગાઢ બનાવવા અને લોકો-થી-લોકોના સંપર્કોને મજબૂત બનાવવા માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગ્લોબલ સાઉથના હિતોને આગળ વધારવા માટે બહુપક્ષીય મંચો પર બંને દેશો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી છે.
અગાઉ, મુંબઈમાં ચીનના કોન્સ્યુલ જનરલ કિન જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટીયપતી શી જિનપિંગ વચ્ચેની મુલાકાતોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બંને નેતાઓ છેલ્લા બે વર્ષમાં બે વાર મળ્યા છે અને સંબંધો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “આપણા નેતાઓના માર્ગદર્શન હેઠળ, ભારત-ચીન સંબંધો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. આ બંને દેશોના લોકો અને વૈશ્વક સ્થિતિતા માટે એક સારો સંકેત છે.” કિન જીએ આ વર્ષે ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટને એક મહત્વપૂર્ણ તક ગણાવતા કહ્યું હતું કે તે બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ચીન દ્વારા ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવવાને એક ઇરાદાપૂર્વકની રાજદ્વારી વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે. સરહદ વિવાદે લાંબા સમયથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કર્યો છે, તેથી ચીન વાતાવરણને હળવું કરવા અને સંવાદ અને સ્થિતિતા તરફ આગળ વધવા માંગે છે. બીજું મુખ્ય કારણ વૈશ્વક રાજકારણ છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ વચ્ચે, ચીન ઇચ્છે છે કે ભારત પશ્ચિમ સાથે સંપૂર્ણપણે જાડાણ કરવાને બદલે તેની સાથે સંતુલન જાળવી રાખે. એકંદરે, શી જિનપિંગના નેતૃત્વ હેઠળ, ચીન સંઘર્ષ ઓછો કરવા, તેના હિતોને સુરક્ષિત કરવા અને પ્રદેશમાં સ્થિતિતા લાવવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે.