અમરેલીની સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબનાં પ્રમુખ અને તપોવન આશ્રમના સ્વપ્નદ્રષ્ટા મુકેશભાઈ સંઘાણીના માર્ગદર્શન તળે દુંદાળાદેવ ગણપતિદાદાની વંદનાના પર્વ ‘ગણેશ મહોત્સવ-ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અમરેલી મધ્યમાં સિનિયર સિટીઝન પાર્ક ખાતે સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્વારા ગણેશ ઉત્સવમાં તા.૦૯ નાં રોજ સવારની આરતી એપેક્ષ સ્કૂલના બાળકોએ ઉતારી હતી, દાદાને બપોરનો થાળ અગ્રણી વેપારી કાળુભાઈ અકબરી તરફથી ધરવામાં આવેલ તેમજ સાંજની આરતી બહેરા-મૂંગા સ્કૂલ અને સર્વોદય સ્કૂલના બાળકો દ્વારા ઉતારવામાં આવી હતી. પ્રસાદ હરિઓમ ડેરી ફાર્મ તરફથી ધરવામાં આવેલ હતો. ગણેશ ઉત્સવમાં બહોળી સંખ્યામાં નગરજનો દર્શનલાભ લઈ રહ્યાનું સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયેલ છે.