શેર એન્ડ કેર પરિવાર અને સારહી પરીવાર અમરેલી દ્વારા તારીખ-૧૨/૦૫/૨૦૨૪ને રવીવારના રોજ રાત્રે-૦૮ઃ૦૦ કલાકે સારહી તપોવન આશ્રમ ગાવડકા રોડ –અમરેલી ખાતે “હમ સાથ સાથ હૈ”ના શીર્ષક સાથે સારહી તપોવન આશ્રમના તપસ્વીઓ અને સારહી યૂથ ક્લબના સેવાભાવી સભ્યો સાથે ભવ્યાતિ ભવ્ય માતૃશક્તિ વંદનાની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શેર એન્ડ કેર પરીવારના કલાકારો દ્વારા ગીત સંગીત સંધ્યા સાથે સૌ કોઈને આનંદ આવે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.