સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત “નિરાધાર નો આધાર સારહી તપોવન આશ્રમ”ને તા. ૧૯ના રોજ દાતાશ્રી તરફથી દાન અર્પણ કરાયું છે. હરેશગીરી અરવિંદગીરી ગોસ્વામી અને શિવમ લાલગીરી ગોસાઇએ આ આશ્રમને રૂ. ૧,૫૦,૦૦૦/-નું દાન આપ્યું છે. આ દાન સમારોહમાં સારહી યુથ કલબના પ્રમુખ મુકેશભાઇ સંઘાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરતાં તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સારહી યુથ કલબના સભ્યોએ આ દાન આપનારાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ અવસરે એન્જીનિયર હિમાંશુભાઇ ધાનાણી, વિજયભાઈ ગોસાઇ, કીરીટભાઇ કાબરીયા, અશોકભાઈ મેશુરીયા સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત હાજર રહ્યા હતા.