સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા રંગોળી સ્પર્ધા-ર૦ર૧ યોજાઈ હતી. આ સ્પર્ધામાં શહેરમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને અવનવી રંગોળી બનાવી આયોજકોનું ધ્યાન ખેચ્યું હતું. આ કાર્યક્રમાં ભાવેશભાઈ સોઢા, રાજેશભાઈ માંગરોળીયા, મનિષાબેન રામાણી, સુરેશભાઈ શેખવા, ચિરાગભાઈ ચાવડા, બ્રિજેશભાઈ કુરૂંદલે, તૃષારભાઈ જાષી, કાળુભાઈ પાનસુરીયા, હરેશભાઈ કાબરીયા, મનિષભાઈ ધરજીયા, રાજેશભાઈ કાબરીયા, દિવ્યેશભાઈ વેકરીયા, મેહુલભાઈ ધોરાજીયા, ચંદુભાઈ રામાણી, વેપારી અગ્રણી સંજયભાઈ વણઝારા ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભગીરથભાઈ ત્રિવેદી, કેવલભાઈ મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.