મધર્સ ડે નિમિત્તે વડીલ વંદના શેર એન્ડ કેર અમરેલી પરિવાર અને સારહિ પરિવારના સંયુક્ત ઉપક્રમે સારહી તપોવન આશ્રમ ખાતે ત્યાંના તપસ્વીઓ તેમજ સારહિ પરિવારના સેવાભાવી સભ્યો સાથે મધર્સ ડે નિમિત્તે હમ સાથ સાથ હૈ ગીત સંગીત સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને શેર એન્ડ કેર પરિવારના કલાકારો દ્વારા ગીત સંગીત સાથે વડીલોને મોજ કરાવી હતી. સારહિ પરિવારના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીનું ભગવાન શ્રીરામનો ફોટો આપી શેર એન્ડ કેર પરિવારના મેમ્બર અશોકભાઈ જોષીએ સન્માન કર્યુ હતું અને મુકેશભાઈ સંઘાણીએ શેર એન્ડ કેર પરિવારની સેવાઓને બિરદાવી તપોવન આશ્રમના તપસ્વીઓ સાથે સમય વિતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સારહિ પરિવારના સભ્ય સુરેશભાઈ શેખવા, તુષાર જોશી, ભગીરથ ત્રિવેદી, મનીષ વઘાસિયા, ભ્રમિત ચૌહાણ, ભાવેશ સોઢા, રાજેશ માંગરોળિયા, ઘનશ્યામ ત્રાપસીયા, રોહીત જીવાણી સહિત પોતાના પરિવારના વડીલો સાથે હાજર રહ્યા તમામ વડીલોની પુષ્પો દ્વારા વડીલ વંદના કરી આશીર્વાદ મેળવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શેર એન્ડ કેર પરિવાર અમરેલીના સભ્ય ધર્મેશ જોષી, મનસુર ગઢીયા, ઉમેશ તેરૈયા, પરેશ મહેતા અને સંજય પંડ્યાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન શેર એન્ડ કેર પરિવાર અમરેલીના ફાઉન્ડર રિયાઝ વેરસીયાએ કર્યું હતું.