અમરેલી,તા.ર
અમરેલીના ગાવડકા ચોકડી પાસે આવેલા સારહિ તપોવન આશ્રમ ખાતે જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમતી પારૂલબેન રાકેશભાઈ દેસાઈના જન્મદિન નિમિત્તે રાકેશભાઈ દેસાઈના પરિવાર દ્વારા સારહિ તપોવન આશ્રમ ખાતે રહેતા તપસ્વીઓને મિષ્ટાન આપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. દેસાઈ પરિવાર દ્વારા આશ્રમના સ્વપ્નદૃષ્ટા મુકેશભાઈ સંઘાણીની કામગીરી બિરદાવી હતી. આ તકે સારહિ યુથ ક્લબના પદાધિકારી સુરેશભાઈ શેખવા અને ઋજુલભાઈ ગોંડલીયા હાજર રહ્યાં હતા.